રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
૧૪ ગામો આદિવાસી ખેડુતો ને કોરોના ની કઠોર મહામારી મા ખેતી નહિ કરવા દેવા, આદિવાસી ખેડુતો ના ખેત ઓજારો અને બિયારણ પોલીસ જપ્ત કરી કાનુની કાર્યવાહી કરી રહી છે તેમજ કેવડિયા વિસ્તાર ૬ ગામ લોકોને હાલ સરકાર જે કંઈ થોડા પૈસા આપે છે તે સ્વીકારી લેવા માટે સરદાર સરોવર નર્મદા નિગમ, નર્મદા પોલિસ અને સરકારી અધિકારીઓને ધાકધમકી આપી રહ્યાં છે અને પેકેજ પકડાવી રહયાં છે જેનો વિરોધ કરી ૧૪ ગામ લોકો સાથે આદિવાસી સમાજ ના આગેવાનો હાજર રહી જિલ્લા કલેકટર, જિલ્લા પોલિસ વડા ને રજુઆત કરવામાં આવી તેમજ ગુજરાત ના રાજયપાલ ને સંબોધી સ્ટેચ્યુ ઓફ યુનીટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળ રદ્દ કરવા અને આ વિસ્તારમાં અનુસુચિ – ૫ લાગું કરવા માટે આદિવાસી સમાજ દ્વારા માંગ કરવામાં આવી હતી.
ગેરબંધારણીય રીતે કરેલી તાર ફેન્સીંગ હટાવવા મા આવે અને આદિવાસી ખેડુતો ને જમીન પર ખેતી કરવા દેવામાં આવે તેમજ ૬ ગામ ના આદિવાસી ખેડુતો પર જે ખોટી પોલિસ ફરીયાદ દાખલ કરી આદિવાસી ઓને જે દબાવવા પ્રયત્નો થઈ રહ્યા છે તે બંધ કરવામાં આવે.
