રિપોર્ટર: વિમલ પંચાલ,નસવાડી
છોટાઉદેપુરના નસવાડીના હરિપુરા ગામ પાસે આવેલ અશ્વિનનદીના પુલ પરથી યુવકનો આબાદ બચાવ થયો હતો. ૬૦ ફૂટ ઊંચા પુલ પરથી યુવકે કૂદકો માર્યો હોવા છતાંય યુવકનો આબાદ બચાવ થયો હતો. આજુબાજુના ગામમાં થી લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા.
આ બનાવ સમગ્ર વિસ્તારના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ યુવાન નર્મદાના આમદલાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. નસવાડી પોલીસે ઘટના સ્થળે પોહચી આગળની તપાસ હાથ ધરી છે.