રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
બાબરા ના ગૌસેવક મૌલિકભાઇ તેરૈયાને મળેલ ખાનગી બાતમીના આધારે બાબરાના ગૌસેવકો કરીયાણા રોડે વોચ માં હતા, ત્યારે આજે રોજના સાંજે 06 વાગ્યે આ હકીકત વાળી બોલેરો પીકપ નીકળતા તેને રોકીને અંદર ચેક કરતા નાના 2 પાડા 1 મોટો પાડો તથા 1 ભેંસ એમ મળીને કુલ 4 જીવ ખુબ જ દયાનીય હાલતમાં કૃરતા થી કતલ કરવાના ઇરાદે થી બાંધેલ હતા.
આ વાહન ચાલકને નામઠામ પુછતા પોતાનુ નામ સાજીદ ઉર્ફે.હાજી અલીભાઇ તરકવાડીયા રહે:- મીનીકસ્બાવાડ અમરેલી જણાવેલ હતુ. અને પશુઓ વિશે પુછતા ખંભાળાના દેવીપુજક પાસેથી લીધેલ અને અમરેલી કસ્બાવાડમાં કતલ માટે લઇ જાઇ છે એવુ જણાવેલ હતુ.
આ વાહન ચાલકને વાહન સહીત ચારેય પશુઓને બાબરા પોલીસ સ્ટેશને લાવી બાબરાના ગૌ સેવક ગજેન્દ્રભાઇ શેખવા દ્રારા ધોરણસર ફરીયાદ દાખલ કરી હતી.
આ તમામ જીવોને અમરેલી પાંજરાપોળે સુરક્ષિત પોહચાડી દેવામાં આવ્યા હતા.