રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
અમરેલી જિલ્લાના જાફરાબાદ ટાઉન પોલીસને કોળીવાડ વિસ્તારમાં પ્રકાશ વાઘજીભાઈ બાંભણીયાના મકાન પાસે કેટલાક લોકો જુગાર રમી રહ્યાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે રેઇડ કરી જગદીશ નાનજીભાઈ બારૈયા, શાંતિ નંદાભાઈ રાઠોડ, પ્રકાશ વાઘજીભાઈ બાંભણીયા, પ્રકાશ બાબુભાઇ શિયાળ, રમેશ મોહનભાઇ સોલંકી અને અલ્પેશ બાબુભાઇ ચુડાસમાને જુગાર રમતા ઝડપી લીધા હતા. રેઇડ દરમિયાન રાજુ ઉર્ફે સટાક નાનજીભાઈ સાંખટ પોલીસને થાપ આપી જુગારધામમાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. કોળીવાડના જુગારના દરોડામાંથી પોલીસે ૬ શખ્સ પાસેથી રૂપિયા 11130ની રોકડ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.