રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
છેલ્લા દોઢેક વર્ષથી બોટાદ ગામની મહિલા નારાયણનગર ગામે સતદેવીદાસના આશ્રમમા મજરુકામ અર્થે બોલાવી રૂમમા ગેરકાયદે રાખી મહિલાને ઉપર ચોરીના ગુન્હામા પકડાવી દેવાની ધમકી આપી અવારનવાર બોલાવી સતદેવીદાસ આશ્રમના સાધુ તથા સ્વામીનારાયણ મંદીર ગઢડાના બે સ્વામી ભગત અવારનવાર બળાત્કાર ગુજારતા હતા. ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી મે.પોલીસ અધિક્ષક શ્રી નીર્લીપ્ત રાય સાહેબ તથા ના.પો.અધિ.શ્રી એમ.એચ.રાણા સાહેબની સુચના અન્વયે દામનગર પો.સ્ટે.ના પો.સબ ઇન્સ.વી.એલ.પરમાર દ્રારા મજકુર મહિલા બેનની ફરીયાદ લઇ આરોપીઓએ આગોતરૂ કાવતરૂં રચી પોતાનો સમાન ઇરાદો પાર પાડવાના ઇરાદે મજકુર મહીલાને મજુરી કામ અર્થે નારાયણનગર ગામે બોલાવી રૂમમા રાખી મજકુર મહિલાની મરજી વિરુધ્ધ કોઇને કહેશે તો ચોરીના ગુન્હામા પકડાવી દેવાની ધમકી આપી ત્રણેય આરોપીઓએ વારંવાર અલગ અલગ દિવસોમા બોલાવી બળાત્કારી કરી ગુન્હામા એકબીજાએ મદદગારી કરી ગુન્હો કરેલ હોય જે આરોપીઓ (૧) રઘુરામ ભગત રહે.નારાયણનગર તા.લાઠી જી.અમરેલી (૨) જગદિશ ભગત રહે.જુના સ્વામીનારાયણ મંદીર ગઢડા તા.ગઢડા જી.બોટાદ (૩) ભાવેશ ભગત રહે.જુના સ્વામીનારાયણ મંદીર ગઢડા તા.ગઢડા જી.બોટાદ વાળાઓને ગણતરીના કલાકોમા પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવા હાથ ધરેલ છે.