રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપલા રાજપૂત ફળીયા ની વાડીમાં રાજપૂત સમાજ દ્વારા એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. પાલિકા કારોબારી ચેરમેન અને પૂર્વ પ્રમુખ અલ્કેશસિંહ ગોહિલ અને તેમના પરિવાર દ્વારા આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાજપૂત સમાજના 100 જેટલા યુવાનો એ રક્તદાન કર્યું હતું.
રાજપીપલાની રેડક્રોસ સોસાયટી દ્વારા રક્તદાન કરવામાં આવ્યું જેમાં રેડક્રોસ સોસાયટીના મુખ્ય વહીવટદાર એન.બી.મહિડા, કરણસિંહ ગોહિલ, ભરતભાઈ વ્યાસ, કુલદીપસિંહ ગોહિલ સહીત રાજપૂત સમાજના આગેવાનો હાજર રહ્યા છે. આ બાબતે પાલિકા કારોબારી ચેરમેન અલ્કેશસિંહ ગોહિલે જણાવ્યું હતું કે નર્મદા માં લોહીની માંગ વધુ છે પણ દાન આપવા વાળા ઘણા ઓછા છે જેથી હાલ કોરોના વચ્ચે બહારથી બ્લડ મળે ના મળે જો જિલ્લામાં સંગ્રહિત બ્લડ હોય તો જિલ્લાના લોકોને કામ આવે એવી એક ભાવના થી આ રક્તદાન નું આયોજન કર્યું છે.