નર્મદા: તિલકવાડા પાસે આવેલા મણિનાગેશ્વર મંદિર પાસેથી વનવિભાગ દ્વારા ૧૩ ફૂટ લાંબો મહાકાય મગર રેસ્ક્યુ કરાયો.

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

તિલકવાડાં ગામ નજીક નર્મદા નદી કિનારે આવેલા મણિ નાગેશ્વર મંદિર પાસેથી તિલકવાડાં લોકલ રેસ્ક્યુ ટિમ દ્વારા ૧૩ ફૂટ લાંબો મગર ઝડપી પાડવામાં આવ્યો છે

પરેસભાઈ માછી અને અક્ષયભાઈ તડવી નામના યુવાનો તિલકવાડા ના મણિનાગેશ્વર મંદિર પાસે નર્મદા નદી કિનારે ન્હાવા માટે ગયા હતા ત્યાં નદી માંથી બહાર નિકડીને મણીનાગેશ્વર મંદિર નજીક મગર આવી પહોંચતા તેમણે એક જાગૃત નાગરિક તરીકે ફરજ બજાવીને તિલકવાડા લોકલ રેસ્ક્યુ ટીમના નીરવ તડવી ને જાણ કરી હતી નીરવ તડવી તાત્કાલિક સ્થડ ઉપર પહોંચીને મગર ને રેસ્ક્યુ કરીને ઝડપી પડ્યો હતો અને તિલકવાડાં ફોરેસ્ટ ખાતા ના હરપાલ સિંહ ગોહિલ અને કેવડયા આર એફ ઓ વિક્રમ સિંહ ગભાણા ને જાણ કરી હતી તિલકવાડાં ફોરેસ્ટ વિભાગ માં જાણ થતા તિલકવાડાં ફોરેસ્ટ વિભાગના હરપાલ સિંહ ગોહિલ તાત્કાલિક ધોરણે સ્થર પર પહોંચી ગયા હતા અને ૧૩ ફૂટના મહાકાય મગર ને રેસ્ક્યુ કરીને કેવડયા કોલીની ખાતે ક્રોકોડાયલ રેસ્ક્યુ સેન્ટર પર મોકલી આપવામાં આવેલ છે.

હાલ તિલકવાડા નદીમાં 40 થી વાધુ મગગર વસવાટ કરે છે અને અવાર નવાર મગર દેખાવ દે છે ભવિસ્ય માં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા કોઇ પગલાં લેવામાં આવે તેવી ગામ લોકો ની માંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *