નર્મદા જિલ્લામાં નહેરુ યુવા કેન્દ્ર દ્વારા વડાપ્રધાન મોદી ના સંદેશને માન આપી યોગનું આયોજન કરાયું.

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

રાજપીપળામાં રણછોડજી મંદિર ખાતે ચાલતું યોગ કેન્દ્ર છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે અને દરરોજ સવારે અહીં રાજપીપળાના શહેરીજનો નોયમિત યોગ કરતા હતા પરંતુ કોરોના ના આ મહાકાળ માં લોકડાઉન ના કારણે આ યોગ કેન્દ્ર છેલ્લા બે માસ થી બંધ હતું અને આ કેન્દ્ર ના તમામ લોકો ઘરે બેઠાજ યોગ કરેછે ત્યારે આજના વિશ્વયોગ દિવસ ના દિને રણછોડજી મંદિર વિસ્તાર ના રહીશો અને નહેરૂયુવા કેન્દ્ર ના યુવાનો દ્વારા યોગ કરી આજના દિવસ ની સાદાઈ થી ઉજવણી કરવામાં આવી.

યોગ ગુરુ ડો.ઉમાકાન્ત શેઠ નહેરુ યુવા કેન્દ્ર ના કાર્યકર્તા અજિત પરીખ ,પ્રેમ ,પ્યારી બહેન તડવી ,શંકરભાઇ તડવી પ્રતિક્ષાબેન પટેલ કાજલબેન વસાવા એ જણાવ્યું કે અમે યોગ દિવસ ની ઉજવણી માટે આજે રણછોડજી મંદિર ખાતે ચાલતા યોગ કેન્દ્ર માં આવી સદ્દાઈ થી યોગ કરી વડાપ્રધાન શ્રી ના સંદેશ ને આગળ ધપાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *