રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લા ના પોલીસ અધિક્ષક શ્રી એમ એસ ભભોર સાહેબ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ શ્રી નાયબ પોલીસ અધિક્ષક એ વિ કાતકડ ના સંકલન માં રહી નસવાડી પોલીસ સબ ઇન્સ્પેકટર જી બી ભરવાડ નાઓ પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે કવાટ તરફ થી એક મારુતિ ફન્ટી ગાડી નંબર જી.જે.21.2184 ની અંદર બે ઈસમો ઈંગ્લીશ દારૂ નો જથ્થો ભરી નસવાડી થઈ વડોદરા તરફ જનાર છે તેવી બાતમી ના આધારે વઘાચ બસડેપો પાસે પ્રોહીબીસન નકાબાંધી દરમ્યાન બે ઈસમો( ૧) ગોવિંદભાઇ કિરાડ (૨) સુનિલભાઈ કનેશ બંને રહેવાસી શોઠવા અલીરાજપુર (એમ પી) નાઓ ને ઝડપી પાડી ને ભારતીય બનાવટ ના ઈંગ્લીશ દારૂ ના પ્લાસ્ટિક ના રોયલબાર પ્રેસ્ટીંગ વહીસ્કી ૭૫૦ મિલી ના હોલ જે એમ પી બનાવટના છે જે કુલ બોટલો નંગ ૨૪૦ ની કુલ કિમંત રૂપિયા ૧’૧૪૦૦૦/- નો તથા મારુતિ ફ્રતી ગાડી નંબર જી જે 21 2184 ની કિમંત રૂપિયા 45000/- તથા મોબાઇલ નંગ 02 કિમંત રૂપિયા 2000/- મળી 1,61000ના મુદ્દામાલ સાથે બંને ઈસમો ને ઝડપી પાડી ને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે આમ પ્રોહીબીસન ના ગુના ના કેસ શોધી કાઢવા નસવાડી પોલીસ સફળ રહી છે.