અમરેલી: દ્વારકા ખાતે મોરારીદાસ બાપુ સાથે થયેલ ગેરવર્તન બાબતે ત્રીપાંખ સાધુ સમાજ દ્વારા રાજુલા ડે.કલેક્ટર ને આવેદન પાઠવવામાં આવ્યું.

Amreli
બ્યુરોચીફ: ભૂપત સાંખટ,અમરેલી
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા

દ્વારકા ખાતે પબુભા માણેક દ્વારા મોરારિબાપુ પર હુમલાના પ્રયાસના ઠેર ઠેર ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે રાજુલા ખાતે ડેપ્યુટી કલકેટરને આવેદન પત્ર આપી વિરોધ નોંધાવ્યો છે. બાપુ પર હુમલાના પ્રયાસથી લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે.

રાજુલા ત્રીપાંખ સાધુ સમાજ દ્વારા નાયબ કલેકટરશ્રી રાજુલાને આવેદનપત્ર આપી પોતાનો રોષ વ્યકત કર્યો હતો.

ભાજપના પૂર્વ ધારાસભ્ય પભુબા માણેક દ્વારા કથાકાર મોરારીબાપુ પર દ્વારકા મંદિરમાં હુમલાના પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને લઇ સાધુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ હુમલાના પ્રયાસની ઘટનાને વખોડી કાઢતા આજે રાજુલા ત્રીપાંખ સાધુ સમાજના સાધુ સંતો અને આગેવાનો આજે રાજુલા ડે.કલેકટર કચેરી પહોંચ્યા હતા. અને આવેદન પાઠવવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *