મહીસાગર: મોટા કૌભાંડમાં મદમસ્ત સત્તાધીશોને નગરપાલિકા વિસ્તારના તળાવો અને ગટરોની સાફસફાઈમાં કોઈ રસ નથી.

Latest Mahisagar
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર

મહીસાગર જિલ્લાના લુણાવાડા મથકમાં આવેલા તળાવો વૃક્ષો, વેલ અને અન્ય વનસ્પતિના કારણે ગંદા અને ગીચ થઈ જવાના કારણે તળાવ ચારે તરફથી ઢંકાઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે હવે ચોમાસુ જૂન માસથી રેગ્યુલર થઈ ગયું છે ત્યારે વરસાદના પાણીનો સંગ્રહ ક્યાં થશે એ સવાલ છે.

તળાવની બાજુમાં આવેલી ગટર બિસમાર હાલતમાં હોવાથી આખા નગરનું પાણી આવશે તો ક્યાંથી પોતાની રસ્તો કરશે અને આવેલા પાણીનો નિકાલ નહી થાય તો તળાવ તૂટે અને આખા નગરમાં નીચાણ વાળા વિસ્તારમાં પાણી ફરી વળે તો કોણ જવાબદાર લેશે તેવો વેધક સવાલો નગર ચર્ચાનો વિષય બન્યો છે.

થોડા દિવસ પહેલા જ નગરપાલિકામાં કૌભાંડ થયાના આરોપો લાગ્યા છે ત્યારે સ્તામા બેઠેલા અધિકારીઓ અને સત્તાધીશો પેટનું પાણી પણ હલતું નથી. એ જોઈને લાગે છે કે તેમણે નગરમાં આવેલા તળાવો સફાઈ કામગીરી કરવામાં કોઈ જ રસ નથી અને ખુલ્લી ગટરોની પાણી ક્યાં જશે તેનો પણ અંદાઝ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *