રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર ના સંખેડા માં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા છોટાઉદેપુર ની અદ્યતન સુવિધા થી સજ્જ રૂ 4.52 કરોડ ના ખર્ચે નવનિર્મિત કચેરી તેમજ 1.59 કરોડ ના ખર્ચે નિર્માણ પામેલા સંખેડા બસ સ્ટેશન નું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું.આ પ્રસંગે વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુ અને રાજ્યકક્ષા ના ઈશ્વરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આ મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય હમેશા આપત્તિ ને આશીર્વાદ મા પલતાવવા સક્ષમ છે કોરોના મહામારી વચ્ચે પણ આપણી રોજિંદી પ્રવૃત્તિઓ ધમધમતી રાખવાની છે રાજ્ય માં મોટાભાગના વિકાસ ના કામો પુરજોસ માં સરૂકારી દેવામાં આવ્યા છે આજે શનિવારે અન્ય. સ્થળો એ આરટીઓ એઆર્ટીઓ બુસસ્ટેશન સ્ટાફ ક્વાર્ટર સહીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે રાજ્યસરકાર ની નેમ રહી છે કે વિકાસના કામો સમય મર્યાદામાં અને ગુણવત્તા યુક્ત થાય જેની માહિતી આજે થઇ રહી છે.સાથેજ કોરોના સંક્રમણ થી બચવા સાવચેત રહેવા સામાજિક અંતર જાળવવા માસ્ક પહેરવા અને વારંવાર સાબૂથી હાથ ધોવા માટે અનુરોધ કર્યો હતો.વાહન વ્યવહાર મંત્રી આરસિફળડું એ જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી ના નેતૃતવ માં પરિવહન સેવા અને એસ.ટી સેવા માં આમૂલ પરિવર્તન આવ્યું છે. રાજયકક્ષાના વાહનવ્યવહાર મંત્રી ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા છેવાડા ના જિલ્લાતેમજ તાલુકા સુધી અદ્યતન સુવિધાઓ કરવામાં આવી છે.