આજે જયારે સમગ્ર વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરી રહ્યું છે ત્યારે કાલોલ તાલુકા ના મલાવ ખાતે આવેલ કૃપાલુ આશ્રમ માં યોગ બહુ ખાસ પ્રચલિત નહોતું ત્યારથી યોગ ના પ્રચાર પ્રસાર માટે કાયર્રત છે.આ જ મલાવ આશ્રમ માં છેલ્લા ઘણા વર્ષો થી યોગાચાર્ય તરીકે ફરઝ બજાવી મલાવ તથા આસપાસ ના વિસ્તારો અને દેશ વિદેશ ના અનેક લોકો સુધી યોગ ને પહોંચાડનાર દીપમાલાબેન અને યોગીની બા એ આજ ના યોગ દિવસ નિમિત્તે પંચમહાલ મિરર સાથે ખાસ વાતચીત માં જણાવ્યું હતું કે તેઓ ૧૯ વર્ષ ની ઉંમર થી જ યોગા સાથે જોડાયા હતા તેમને મલાવમાં આવેલ કૃપાલુ આશ્રમ માંથી ૨ શિબિર પુરી કરી છે ૨૦૧૩ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ અમદાવાદમાં લકુલીશ યોગો યુનિવર્સિટી નું ઓપેનિંગ કર્યું હતું તેમાં તેઓ એ ૨૦૧૩ માં યોગાનો આભ્યાસ કર્યો હતો અને હાલમાં તેઓ ૩ વર્ષ થી આલ્ફા હીલિંગ સેંટર માં યોગા થેરાપિસ્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે રાજશ્રી મુનિ એ તેમને ખુબ સરસ માર્ગદર્શન આપ્યું છે તેઓ યોગા વિષે કહે છે કે ભારતીય સંસ્કૃતિની ઓળખ સમાન યોગનો સમગ્ર વિશ્વએ સ્વીકાર કર્યો છે અને ૨૧ જૂનને વિશ્વ યોગ દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે કોરોના સામેની લડાઇને વધુ મજબૂત બનાવવા રાજય સરકાર દ્વારા યોગ કરીશુ કોરોનાને હરાવીશુ અભિયાન થકી તમામ લોકોને યોગમાં જોડાવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.યોગા કરવાથી શારીરિક અને માનસિક સ્થિતિ સારી રહે છે અને મન ને શાંતિ મળે છે. આ અગાઉ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ લોકોને સંક્રમણથી બચવા ઘરે રહી ‘યોગ એટ હોમ, યોગ વિથ ફેમિલી’ પોતાના પરીવાર સાથે યોગ દિનની ઉજવણી સહભાગી બનવા અપીલ કરી હતી.યોગા કરવાથી શારીરિક અને માનસિક સ્થિતિ સારી રહે છે અને મન ને શાંતિ મળે છે. યોગનું વિશિષ્ઠ જ્ઞાન આપવા બદલ તેઓ એ રાજશ્રી મુનિ,કૃપાલુ બાપુજી, લકુલીશ દાદાજી અને કૃપાલુ આશ્રમ મલાવનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
યોગીના બેન જેઓ કાલોલ તાલુકા ના કંડાચ ગામ ના છે અને ર૦ વર્ષ થી યોગનો અનુભવ છે તેમને પણ રાજશ્રી મુનિ ના આશ્રમ અને લકુલીશ યોગા વિદ્યાલય માંથી યોગા ટ્રેનિંગ લીધી છે.અને હાલ હાલોલ ની સ્કૂલ માં યોગા ટીચર તરીકે ફરજ પર છે અને તેઓ ના જણાવ્યા મુજબ તે વડોદરા મા યોગા કોચ અને ખેલ મહાકુંભ મા પંન કોચ રહિ ચુક્યાં છે તેમને વધુ મા જણાવ્યું હતું કે કોરોના સંક્રમણની કોઈ ચોક્કસ દવા શોધાઈ નથી ત્યારે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધુ મજબૂત કરવી એ નોવેલ કોરોના વાયરસ સામે સુરક્ષાનો કારગર ઉપાય છે. તેમણે આસન-પ્રાણાયમ સહિતના યોગના વિવિધ અંગો શરીરની ઇમ્યુનિટી વધારવામાં અતિ સહાયક છે ત્યારે સૌ કોઈ નાગરિકો યોગના નિયમિત અભ્યાસને પોતાની જીવનશૈલીનો હિસ્સો બનાવે.યોગ શારીરિક જ નહીં પણ માનસિક સ્વાસ્થ્ય સારું રાખવામાં પણ મદદરૂપ છે. વિવિધ પ્રાણાયામ અને આસનના અભ્યાસથી સશક્ત થયેલ શરીર કોરોના સંક્રમણ સામે અસરકારક રીતે લડી શકે તેમ હોવાથી સૌએ યોગને જીવનનું અવિભાજ્ય અંગ બનાવું જોઈએ.