અમદાવાદ : ૯૦૦ વર્ષ પછી કંકણાકૃત્તિ સૂર્યગ્રહણનો અનોખો સંયોગ જોવા મળ્યો

Ahmedabad

માંડલ,વિરમગામ સહિત સમગ્ર જિલ્લામાં સૂર્યગ્રહણનો અદ્દભુત નજારો જોવા મળ્યો.

આજે તા.21 જૂન વિશ્વ યોગ દિવસની સાથે સાથે સમગ્ર વિશ્વમાં આકાશી ખગોળીય ઘટના બની હતી. આજે 900 વર્ષ પછી અદભૂત સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. આ સૂર્યગ્રહણ વિશ્વના કેટલાક દેશોમાં પ્રત્યક્ષ જોવા મળ્યું હતું. જોકે ભારતમાં આ સૂર્યગ્રહણ સવારે 9.58 કલાક પછી દેખાવાનું શરૂ થયું હતું. ત્યારે બીજી બાજુ ગુજરાતમાં 10.15 પછી સૂર્યગ્રહણ દેખાયું હતું અમદાવાદ જિલ્લાના માંડલ,વિરમગામ પંથકમાં પણ સવારના 10.15 પછી સૂર્યગ્રહણ શરૂ થયું હતુ. જોકે લોકો આ સૂર્યગ્રહણ જોવાનો મોકો ચુક્યા ન હતાં આ સૂર્યગ્રહણને એક્સરે પેપર,અરીસાની મદદથી અને ટેલિસ્કોપની મદદથી લોકોએજોયું હતું. આ સૂર્યગ્રહણની સાથે તમામ મંદિરો સવારથી જ બંધ રહ્યા તે સાથે ધાર્મિક ગતિવિધિઓમાં પણ ફેરફાર જોવા મળ્યો, તો બીજી બાજુ વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો અને ભારે તથા ઠંડો પવન પણ ફૂંકાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *