નર્મદા: મનરેગાના તથા ગ્રામ પંચાયતમાં થતા કામોનું ઇ-ટેન્ડરિંગ નો સરપંચો દ્વારા વિરોધ : પ્રભારી મંત્રીને રજુઆત કરી.

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

નર્મદા માં મનરેગાના તથા ગ્રામ પંચાયતમાં થતા કામોનું ઇ-ટેન્ડરિંગ નો સરપંચો દ્વારા વિરોધ : મંગણી ન સંતોષાય તો હાઇકોર્ટે ના દ્વાર ખખડાવવા સરપંચો એ તૈયારી બતાવી.

કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકારના પરિપત્ર મુજબ સરકારની વિવિધ યોજનાઓ જેમાં એ.ટી.વી.ટી., ગુજરાત પેર્ટન, ૧૫% ધારા સભ્ય ગ્રાન્ટ, સાંસદ સભ્ય ગ્રાન્ટ જેવી તમામ પ્રકારની યોજનાઓ દ્વારા પાંચ લાખથી નીચેના કામો ગ્રામ પંચાયતોના નેજા હેઠળ તેમજ સરપંચોની આગેવાનીમાં પાંચ લાખથી નીચેના વિકાસના કામો થતા હોય છે. તેવાજ વિકાસના કામો જે મનરેગા શાખા જિલ્લા પંચાયત નર્મદા દ્વારા ઇ-ટેન્ડરીંગ તા.૧૮/૬/૨૦૨૦ ના રોજથી પ્રારંભ કરવામાં આવ્યું છે.જેનો નર્મદા જિલ્લાના સરપંચો વિરોધ કરી રહ્યા છે ઉપરાંત આ બાબતે નર્મદા જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઇ ખાબળ તેમજ સાંસદ ગીતાબેન રાઠવાને પણ સરપંચો દ્વારા રજુઆત કરાઈ હતી અને જો માંગ નહીં સંતોષાય તો હાઇકોર્ટ ના દ્વાર ખટખાટાવીશું તેવી ચીમકી પણ સરપંચોએ ઉછરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *