રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
અમરેલી જિલ્લા ના ખાભા ના આર.ટી.આઈ એક્ટિવ ભીખુભાઈ બાટાવાળા જણાયું હતુ કે થોડા સમય પહેલા શેડ્યુલ વનમાં આવતા ઘુવડ ને પકડી પરેશાન કરતો ટિક્ટોક વિડીયો વાઇરલ થતાં સુરતની કીર્તિ પટેલ સામે અમોએ વન વિભાગ ને અરજી કરતા વન વિભાગે ૨૫ હજારનો મામૂલી દંડ કરી છોડી મુકેલ કીર્તિ પટેલ ને કાયદાનો ડર ન હોય તેમ વન્ય પ્રાણીઓને ખાવા ની વસ્તુઓ ન આપવા જણાવતા બોર્ડ મુકેલ હોય છતાં વનવિભાગના કાયદાને જાણેકે ધોળીને પીતા હોય તેમ કીર્તિ પટેલ તાજેતરમાં જ જંગલ વિસ્તારમાં ઇરાદાપૂર્વક વનરોને કેળા ખવડાવી વિડીયો ઉતરતા હોય તેમ જથ્થાબંધ કેળા લઇ વાપરો ના વસ્તીવાળા વિસ્તારમાં જય ટિક્ટોક વિડીયો ઉતારીને પોતાની પ્રસિદ્ધિ ભૂખ સંતોષી ને વાનરોને હેરાન કરતો વિડીયો વાયરલ કર્યો હતો.
વન્ય પ્રાણીઓ સાથે વિડિયો ન ઉતારે તેવી ખાતરી લખાવીને પોલીસે ફરિયાદ સહિતની કાર્યવાહી કરવા વન અને વન્ય પ્રાણીઓ હિતમાં અમારી લાગણી અને માગણીને ધ્યાનમાંલે તેવા વન વિભાગ અને મુખ્યમંત્રી પત્ર પાઠવીને જણાવ્યું હતું.