રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
આજરોજ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે રોયલ સનસીટી સોસાયટી માં 21 જુન વિશ્વ યોગ દિવસ નિમિત્તે જય માતાજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી દમયંતી બા પ્રદીપભાઈ સિંધા તથા મંત્રીશ્રી પ્રદીપ સિંહ અભેસિંહ દ્વારા યોગ ક્રિયાઓ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોસાયટીમાં રહેતા તમામ રહીશોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તથા પ્રમુખ શ્રીમતી દમયંતીબેન સિંધા એ યોગ ક્રિયાઓ નું મહત્વ સમજાવતી વિસ્તૃત સમજણ આપી હતી આરોગ્ય વિભાગના કર્મચારી બુદ્ધિસાગર વસાવાએ પણ યોગ ક્રિયા માં ભાગ લીધો હતો તથા જીવનમાં યોગનો શું મહત્વ છે તે વિષે સમજાવ્યું હતું તેમજ હાલમાં કોરોનાવાયરસ ની મહામારી ચાલી રહી છે ત્યારે લોકોને કોરોનાવાયરસ સામે રક્ષણ મળી રહે તે માટે આજના દિવસે નિશુલ્ક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ નર્મદા જિલ્લાના યોગ ટ્રેનર તરીકે ડોક્ટર દમયંતી બા સિંધાની વરણી કરવામાં આવી છે જે નર્મદા જિલ્લા માટે ગૌરવની બાબત છે તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પણ પ્રમુખ શ્રીમતી દમયંતી બા પ્રદીપસિંહ સિંધા એ કર્યું હતું