રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
નસવાડી તાલુકો 212 ગામ નો તાલુકો છે ત્યારે કોરોના વાઇરસ વ્યક્તિ ઓ સાથે સંક્રમિત થયાં બાદ ગામડા માં પગપેસારો કરી રહ્યો છે ત્યારે નસવાડી તાલુકો સુરક્ષિત રહે તે હેતુ થી નસવાડી પોલીસે આજે નસવાડી ના બઝારમાં આવી જાહેરમાં ફરતા લોકો વાહનચાલકો માસ્કવગર દેખાઈ પડતા અસંખ્ય લોકોને અને વાહનચાલકો ને દંડ કર્યો હતો સાથે વાહન ચાલકો ને દંડ કર્યા બાદ પોલીસે જાતે વાહન ચાલકો ને માસ્ક પહેરાવી કોરોના થી કાઈ રીતે બચી શકાય તેની સમજ આપી હતી પોલીસ દ્વારા જે રોજ કમાઈ ગુજરાન ચલાવતા હોઈ તેવા લોકો ને માસ્કવગર જોતા તેમને પણ માસ્ક પહેરાવી પોલીસ પ્રજા નો મિત્ર ના સૂત્ર ને સાબિત કર્યું હતું નસવાડી માં ખાનદાની નબીરા તેમજ રાજકીય વગ ધરાવતા લોકોને પણ પોલીસે માસ્ક વગર ફરતા જોઈ દંડ કર્યો હતો. એક વખત પકડાઈ તો 200રૂ દંડ અને બીજી વખત પકડાઈ તો 500 નો રૂ નો દંડ વસુલ કરે તેવી નસવાડી ના જાગૃત લોકોની માંગ છે.