રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
નગરપાલીકા અમુક કર્મચારીઓ માસ્ક પહેર્યા વગર ઓફિસમાં કામ કરે છે સરકારશ્રીના પરિપત્ર કર્મચારીઓ ઘોળીને પી ગયા હોય એવું લાગે છે..આમ જનતા માટે જ કાયદો લાગુ પડે છે.આમ જનતા માટે માસ્ક નહીં પહેરનારની પાસેથી 200 રૂપિયા દંડ વસુલ કરવામાં આવે છે તો શું નગરપાલિકા ના કર્મચારીઓને શું કાયદો લાગુ નથી પડતો..સામાજિક કાર્યકર્તા દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ને રજૂઆત કરવામાં આવી છે કે જે નગરપાલિકાના કર્મચારી માસ્ક નથી પહેરતા તેમની પાસેથી દંડ વસુલ કરવામાં આવે..નગરપાલિકાના કર્મચારીઓ જે માસ્ક નથી પહેરેલા તેમના ફોટોગ્રાફી પણ આપ્યા હતા. સરકારશ્રીનો નિયમનો ભંગ કર્યો છે તે માટે તેમને પણ દંડની જોગવાઈ કરવામાં આવે તે માટે સામાજિક કાર્યકર્તા ચિરાગ પરમાર તથા તેમની ટીમ મામલતદાર સાહેબને આવેદન અને પ્રુફ આપવામાં આવ્યું હતું.