અરવલ્લી: મનસુરી સમાજ ના ૫ સમૂહલગ્ન માસ્ક સેનેટાઇઝર અને સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ સરકારના આદેશ અનુસાર હિંમતનગર ખાતે યોજાયો હતો.

Arvalli
રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી

મનસુરી યુવા કમિટી દ્વારા આયોજિત ૫ મોં સમૂહ લગ્ન તારીખ ૨૯/૩/૨૦૨૦ રાખવામો આવ્યો હતો.પણ સમગ્ર દેશમાં કોરોના રૂપી મહામારી ચાલી રહેલ છે ત્યારે લોકડાઉંન ના કારણે સમૂહ નું આયોજન બંદ રાખવાનો આવિયો હતો જયારે અનલૉક -૧ ચાલી રહેલ છે . ત્યારે તા ૨૦/૬/૨૦૨૦ ના રોજ સરકાર ની પરમિશન મરેલ હોવા થી સરકાર તરફ થી ૫૦ માણસો ની પરમિશન મરેલ હોવા છતાં આમારા તરફ થી છોકરા વારા તરફ થી ૫ માણસો અને છોકરી તરફ થી ૫ માણસો અને કમિટી ના ૧૦ સભ્યો ની હાજરી માં અને સમૂહ લગ્ન માં ભાગ લેનાર ૫ જોડા ને અલગ અલગ સમય પર બોલાવી નિકાહ કરવા માં આવ્યા હતા અને સાથે સરકાર ના નિયમ પ્રમાણે દરેક ને માસ્ક સેનિટાઇઝર અને પુરા એરિયા ને સેનિટાઇઝર કરવા માં આવેલ હતો અને સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ નું ખુબ ગંભીરતા પૂર્વક પાલન કરવામાં આવ્યું હતું . સમૂહ લગ્ન હિંમતનગર માં આબેદા હોલ ખાતે રાખવામાં આવ્યું હતું આનું સમગ્ર આયોજન યુવા કમિટી ના સભ્ય રફીક ભાઈ મનસુરી ( પાલવાળા ) રફીક ભાઈ મનસુરી ( ઓડા વારા ) રાજુ ભાઈ મનસુરી ( ચિસ્તિયાનગર ) , શકીલ ભાઈ મનસુરી , ( ચિતિયાનગર ) સલીમ ભાઈ મનસુરી ( પાલવાળા ) અને કમિટી સભ્યો તરફ થી કરવા માં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *