રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદના રાયસંગપુર ગામે ૨૨ વર્ષીય યુવાનને વીજ શોક લાગતાં મોત : પરીવાર શોકમગ્ન
હળવદમા યમરાજ કાળો કહેર વરતાવી રહ્યાં હોય તેમ છેલ્લાં બે દિવસમાં બે આધાતજનક ઘટના બની છે અને યુવાનોના મોત નિપજ્યા છે જેમાં આજે રાયસંગપુરના 22 વર્ષના યુવાનને મોરબી ચોકડી પાસે વિજશોક લાગતાં મોત થયું હતું જ્યારે લાશને સરકારી દવાખાને ખસેડી આગળની તજવીજ હાથ ધરી હતી તો જુવાનજોધ દિકરો ગુમાવતાં પરીવાર પર જાણે આભ ભાટી પડ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ મોરબી ચોકડી પાસે તળાવના કાંઠા નજીક આજે બપોરના સુમારે હળવદના રાયસંગપુર ગામનો 22 વર્ષીય યુવાન રવિભાઈ એડાણીને વીજશોક લાગ્યો હતો ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.જ્યારે એડાણી પરીવાર પર આભ તુટી પડ્યું હતું મૃતક હળવદ સરકારી દવાખાને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છેકે હળવદમા બે દિવસોમાં બે વિજશોક લાગવાની ઘટના સામે આવી છે અને બન્નેમાં યુવાનોએ જીવ ખોયો હતો ત્યારે યમરાજે પણ જાણે હળવદમા ધામા નાખ્યાં હોય અને જુવાનજોધ દિકરાઓનો કાળ ભરખી જતાં સમગ્ર વિસ્તારમાં કમકમાટી મચી જવા પામી હતી.