રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા ના પત્રકાર ભરત શાહ કે જેઓ ઘણાં વર્ષો થી નર્મદા જીલ્લા મા પ્રતિષ્ઠિત પત્રકાર તરીકે સમાજ પ્રત્યે ની પોતાની જવાબદારી પ્રમાણીકતા થી નિભાવી રહ્યા હોઈ કોઈક અજાણ્યા ઈસમે ગાંધીનગર મિશન ડાયરેક્ટર આર.એચ.એમ વિભાગ મા નર્મદા આરોગ્ય વિભાગ મા ચાલતાં ભ્રષ્ટાચાર વિશે અરજી કરી છે, પણ એ અરજી મા અરજી કર્તા તરીકે ફક્ત બી.એમ.શાહ અને પ્રેસ રિપોર્ટર તરીકે દર્શાવેલ છે. જે બાબત ધ્યાને આવતાં આખાં નર્મદા જીલ્લા મા બી.શાહ તરીકે એક માત્ર ભરત શાહ જ પત્રકાર હોય ને કોક અજાણ્યા ઈસમે પોતાનું અંગત હિત સાધવા માટે ભરત શાહ ના નામ થી મળતાં આવતાં નામ અને પત્રકાર ના નામને વટાવી ખાવાનો પ્રયાસ કરેલ હોવાનુ જણાઈ આવ્યું છે.
જેથે આ બાબતે પત્રકાર ભરત શાહ તેમજ,અન્ય પત્રકારો માં ઈકરામભાઈ મલેક, જયદીપસિંહ રાઠોડ, જુનેદભાઈ ખત્રી, અંકુરભાઈ ઋષિ, આરીફભાઈ કુરેશી, વિશાલ મિસ્ત્રી, વહાબ શેખ અજીત વસાવા વિગેરેનાઓ એ આ બાબતને ગંભીરતા થી લઈ રાજપીપળા પોલીસ સ્ટેશન મા જાણવાજોગ અરજી આપી આ અજાણ્યા વ્યક્તિ ની તપાસ કરી તેની સામે કાયદેસર કાર્યવાહી કરવા રજુઆત કરી છે જેથી ભવિષ્યમાં આવા ખોટા નામ નો ઉપયોગ કરી કોઈક વિભાગ અથવા વ્યક્તિ ને બદનામ કરવા કે પૈસા પડાવવાના હેતુ થી હેરાન કરવાનો પ્રયાસ ન કરાય.