રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
મોરોરિબાપુ ઉપર જે પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક ઘ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે મોરારિબાપુનાં ભકતોમાં અને તમામ સાધુ સમાજમાં રોષની આંધી ઉભી થઈ છે. ત્યારે કેશોદ વૈરાગી બાવા વૈષ્ણવ સાધુ સમાજે કાર્યવાહીની માંગ સાથે કેશોદ પોલીસ સ્ટેશન તેમજ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને પબુભા માણેક વિરૂઘ્ધ કાર્યવાહીની માંગ કરી હતી.
આવેદનપત્રમાં જણાવેલ છે કે, કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને બીજી વખત આ રીતનું કૃત્ય કરવામાં ન આવે આ તકે કેશોદ વૈરાગી બાવા વૈષ્ણવ સાધુ સમાજ તેમજ કેશોદ તાલુકાના તમામ સાધુ સમાજનાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી મોરારિબાપુ ઉપર થયેલ હુમલાનાં પ્રયાસ સામે રોષ વ્યકત કરવામાં આવ્યો હતો મોરારિબાપુ પર હુમલાનો પ્રયાસ કરનાર પબુભા માણેક સામે આકરા પગલા લેવા અને કડક કાર્યવાહી કરવા માંગણી સાથે સાધુ સમાજ પણ સખત શબ્દોમાં વિરોધ કરે છે. તેઓએ જણાવ્યું કે મોરારિબાપુ ઉપર આવું કૃત્ય કરે તે કેટલા અંશે વ્યાજબી પૂ. બાપુએ માફી માંગી હોવા છતાં આ પગલું ભરતા સાધુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહી છે.