ગુજરાતમાં કોરોનાના પાંચ પોઝિટીવ કેસ સામે આવી ચૂક્યા છે. તેમજ વડાપ્રધાન મોદીએ રવિવારે એટલે કે 22 માર્ચના રોજ જનતા કરફ્યુ રાખવાની જાહેરાત કરી છે. જેને પગલે મુખ્યમંત્રી રૂપાણીએ સમગ્ર રાજ્યમાં ગુજરાત એસ.ટી.ની તમામ બસો, સિટી બસો, BRTS બસો રવિવારે બંધ રાખવાની જાહેરાત કરી છે.
