રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદના વેગળવાવ રોડ પર આવેલ ખારી વિસ્તાર ગણાતા વગડામાં અચાનક જ ત્રણ સાપ પ્રણયક્રિડા કરતાં, પોતાની મસ્તીમાં નિકળી પડતાં હાજર યુવકોમાં કુતુહુલ સર્જાયું હતું અને આ આખી ક્રિયા કેમેરામાં કંડારાઇ હતી.પ્રકૃતિનો નિયમ છે કે સંવનન વખતે સરીસૃપોને કોઇ ડર લાગતો હોતો નથી
હળવદ તાલુકાથી ચાર કિમી દૂર આવેલા ખારી વિસ્તાર ગણાતા પાદરમાં શુક્રવારે સુભાષભાઈ દૂધ દેવા જતા સમયે ત્યારે અચાનક જ ત્રણ બિન ઝેરી અને ધામણ તરીકે ઓળખાતા સાપ ત્યાં આવી ચડ્યા હતા અને ત્રણેની પ્રણયક્રિડા રોચક બની રહી હતી. નવાઇની વાત તો એ હતી કે સામાન્ય રીતે માણસના પગરવના અવાજથી ડરીને સરીસૃપ મોટાભાગે છૂપાઇ જવા બમણી ગતિએ પ્રયાસ કરતા હોય છે. પરંતુ પ્રણયક્રિડામાં રત સાપ પોતાની મસ્તીમાં ચાલ્યા હતા. અધિકારી જણાવ્યું હતું કે પ્રકૃતિનો નિયમ છે કે સંવનન વખતે સરીસૃપોને કોઇ ડર લાગતો હોતો નથી. સાપ પ્રણયમાં લીન થાય ત્યારે જમીનથી હવામાં એકદમ ઉંચા થઇને હવામાં જાણે તરવા લાગે છે. સામાન્ય રીતે સાપ એકાંત અને માણસની અવરજવર ન હોય એવી જ જગ્યાએ સંવનન કરે છે.