રિપોર્ટર: વિમલ પંચાલ,નસવાડી
બોડેલીમાં સાંજે 7 વાગ્યાની આસપાસ રિવર્સ આવતી ટ્રકની ટક્કર વાગતા બાઈક ચાલક યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારે યુવકને બોડેલી સરકારી દવાખાનામાં લઇ જવામાં આવ્યો હતો. સારવાર આપીને ગંભીર ઈજાઓ હોવાથી બાઈક ચાલકને વડોદરા રીફર કરવામાં આવ્યો હતો ત્યારે રસ્તામાં જ બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું જાણવા મળ્યા મુજબ બાઈક ચાલક બોડેલીમાં અનાજ કરિયાનાની દુકાન ચલાવતા કિશોર અગ્રવાલને ત્યાં બામરોલી ગામ નો યુવક ધર્મેશ બારીયા નોકરી કરતો હતો સાંજે દુકાન બંધ કરીને બાઈક લઈને ડભોઇ રોડ પરથી પોતાના ઘરે બામરોલી જતો હતો ત્યારે એક ટ્રક રિવર્સ આવતા બાઈકને પાછળથી ટક્કર મારતા ધર્મેશ ભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારે બોડેલી સરકારી દવાખાને પ્રાથમિક સારવાર આપી, વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યો હતો તે વેળાએ રસ્તામાં જ તેમનું મુત્યુ થયું હતું. ત્યારે ટ્રક ચાલક ટ્રક છોડીને ભાગી છૂટ્યો હતો. બોડેલી પોલીસ દ્વારા આવા વાહનો વિરુદ્ધ ગુનો નોંધી ને ડિટેન કરવા જોઈએ તેવી ગ્રામજનોની માગ ઉઠી છે.