રિપોર્ટર: વિમલ પંચાલ,નસવાડી
છોટાઉદેપુરના બોડેલીમાં સવારના 9 વાગ્યા ની આસપાસ બોડેલી નજીકથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં અજાણ્યા યુવક ની લાશ તરતી જોવા મળી હતી. નર્મદા કેનાલ પાસેથી પસાર થતા કોઈ વાહન ચાલકે બોડેલી પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસ સ્થળ પર પોહચી તપાસ હાથ ધરી હતી. હાલ બોડેલી પોલીસે લાશનો કબજો મેળવી તેમના પરિવારની શોધખોડ ચાલુ કરી છે. અને આ અજાણ્યો યુવક કોણ છે? ક્યાંથી છલાંગ મારી છે, ક્યાં સંજોગોમાં નર્મદામાં છલાંગ મારી હસે તેવા અનેક પ્રશ્નો હાલ ઉદભવી રહ્યા છે. જ્યારે બોડેલી પોલીસ માટે તે તાપસ નો વિષય છે. બોડેલી પોલીસે લાશનો કબજો મેળવી પરિવારજનોની શોધખોડ ચાલુ કરી છે.