રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
વિરમગામ માં આવેલ રતનબેન ની ચાલીમાં ઘણા લાંબા સમયથી ગટરનું પાણી ઉભરાય છે નગરપાલિકામાં અવાર નવાર રજૂઆત કરવા છતાં હજુ પ્રશ્ન હલ થતો નથી અહીંના રહીશોને આરોગ્યનું જોખમ છે અને કિરીટ રાઠોડ જણાવેલ છે કે જો રોગચારો આ વિસ્તારમાં ફેલાશે તો તેની જવાબદારી નગરપાલિકાની રહેશે.
વિરમગામમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પુલ નીચે રતનબેન ની ચાલી રામદેવપીર ના મંદિર પાસે ઘણા સમયથી ગટરનું દૂષિત પાણી ઉભરાય રહ્યું છે નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં ગટરનું ઉભરાતુ દુષિત પાણી બંધ થતું નથી હાલમાં કોરોનાવાયરસ ને લઈ દેશમાં જયારે રોગચાળાની ભીતિ હોય અને એવા સંજોગોમાં ગટરના દૂષિત પાણીનો નિકાલ થતો ન હોય અહીંના રહીશોને ની બધી મુશ્કેલી પડી રહી છે રહીશોને આરોગ્યનું જોખમ ઊભું થયું છે અને જો રોગચારો ફેલાશે તો નગરપાલિકા ની જવાબદારી રહેશે નગરપાલિકા દ્વારા જે ગટર આ વિસ્તારમાં નાખવામાં આવી છે તે ગટરનું પાણી યોગ્ય જગ્યાએ નિકાલ થાય તેવી માંગ છે.