રિપોર્ટર: વિમલ પંચાલ,નસવાડી
છોટાઉદેપુરના નસવાડીના બરોલીના ગેટ પાસે આખરે આદિવાસી સમાજ ના યુવાનો દ્વારા અકસ્માત ની ઘટના રોકવા બમ્પ નું કામ ચાલુ કર્યું હતું અવાર નવાર અકસ્માત સર્જાયા હોવાથી જેમાં નિર્દોષ લોકો મોત ને ભેટ્યા છે જેમાં ગઈકાલે બનેલી અકસ્માતની ઘટના માં બે મહિલા ઓના ઘટના સ્થળે જ મોટ નિપજ્યા હતા. આખરે આદિવાસી યુવાનો બમ્પ નું કામ કરવા આવ્યા હતા.
નસવાડી તણખલા રોડ વચ્ચે બરોલી મેન કેનાલ ના ગેટ પાસે નર્મદા નિગમ નો ડામર રોડ આવેલ છે ડામર રોડ તણખલા જતા મુખ્ય રોડ ને જોડતો હોઈ છતાંય કોઈપણ જાતની સુચના બોર્ડ તેમજ વાહન ધીમે પડે તેવા સ્પીડ બ્રેકર બમ્પ મુકાયા નથી. જેથી અવાર નવાર અકસ્માત ની ઘટના બને છે. નર્મદાકેનાલ નો રોડ કેવડિયાકોલોની નિગમની ઓફિસમાં આવતો હોવાથી જેના દે ઈજનેર કોસિન્દ્રા રહેતા એ આજ રોડ થી અવર જવર કરતા હોવા છતાંય રોડ પર સ્પીડ બ્રેકર મુકવાની કામગીરી કરાવેલ નથી. જેને કારણે ૯૧ અકસ્માત ની ઘટના બની હોવાનું બરોલી ના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. જે લોખંડ ના ગેટ રોડના દેખાઈ તેવા મુકવામાં આવ્યા છે તેની તરફ પણ ધ્યાન આપવામાં આવતું નથી. આખરે ખોડીયા પોચંબા ના આદિવાસી સમાજ ના યુવાનો જાતે બરોલી ગેટ પાસે જે લોખંડના ગેટ ની બાજુમાં રોડ પર બમ્પ બનાવવાની કામગીરી કરી હતી. પોચબાના અસ્વીનભાઈ ,ટીનાભાઈ, પ્રકાશભાઈ અને તેમની યુવાટીમ દ્વારા આ કામગીરી કરાય હતી. હવે આરોડ પર વાહન ચાલકો ધીમા પડશે અને અકસ્માત પણ અટકશે તે હેતુથી તંત્ર એ જે કામ કરવું જોઈએ તે આદિવાસી યુવાનો કરી તંત્ર ની કામગીરી કરી રોષ વ્યક્ત કર્યો હતો.