રિપોર્ટર: વિમલ પંચાલ,નસવાડી
પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી થી દેવલીયા જવાના રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે. આવતા જતા રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આવા મસમોટા ખાડા પડી જવાના કારણે કેટલાક નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકાય છે. આવા બિસ્માર રોડ ના કારણે દિન પ્રતિદિન અકસ્માતો વધવાની સંભાવના હોય છે. જેને પગલે તંત્રને જાણ કરતા એકબીજાને ખો આપતા હોય એવું વહેવાર ચલવે છે. અને સરકારના સ્વચ્છ રોડના દાવાને નકારી સરકારી ગ્રાન્ટ ને દુરઉપયોગ કરી અધિકારીઓ પોતે લીલા લહેર કરે છે. એવા આક્ષેપ સાથે જે.દી.યુ.ના મહાસચિવ કૈયુમ મેમણ…