રિપોર્ટર: વિમલ પંચાલ,નસવાડી
છોટાઉદેપુર ઓરસંગ નદી માં 17 જૂન ના રોજ ભરપૂર પાણી આવતા નગરપાલિકા છોટાઉદેપુર ઓરસંગનદી માં પાલિકાના ફતેપુરા વૉટરવર્કસ ની પાઈપલાઈન ધોવાઈ જતા પ્રજા ને પાણી રોજ આપવાનો પ્રશ્ન ગંભીર બનતા નગરપાલિકા દ્વારા પાઈપ લાઈનની કામગીરી થાય નહિ, ત્યાં સુધી એક દિવસ ના આતરે પાણી આપવાની જાહેરાત કરી છે.
ફતેપુરા પાસે આવેલ ઓરસંગ નદી માં જે કુવા છે તેને પાણી લાવવા પાઇપો જોડી હતી એ ધોવાઈ માત્ર એકજ વોટરવર્ક્સ થી પ્રજા ને પૂરતો જથ્થો એકજ દિવસ મા આપી શકે તેવી ક્ષમતા ન હોવાથી એકદિવસ ના આતરે અને નક્કી સમયે આપવામાં નહીં આવે તેવી જાહેરાત કરતા ચોમાસાની અંદર પ્રજા ને પાણી ની મુશ્કેલી સહન કરવાનો સમય આવ્યો છે.
આ સંદર્ભે નગરપાલિકા ના પ્રમુખ નેહાબેન જયસ્વાલ એ જણાવ્યું હતું કે પાઈપલાઈનો ની ફિટિંગ અંગે ની કામગીરી ચાલી રહી છે ટૂંક સમય માં થઇ જશે તેવી આશા છે. પાઈપ નખાઈ જતા પ્રજાને નિયમિત જથ્થા હાલ માં પાણી એક વોટરવર્કસ થી અપાશે પરંતુ તેનો સમય નક્કી નહીં હોય કુદરતી આફત સમયે પ્રજા સહકાર આપે તેમ પાલિકાપ્રમુખ એ જણાવ્યું હતું.