દાહોદ જિલ્લામાં પાણી પુરવઠા વિભાગનું વિશેષ અભિયાન, માત્ર ૭૮ દિવસોમાં જ 3૨૫ નવા બોર, ૬૭૩૦ જેટલા હેન્ડપંપ રીપેરીંગ.

Dahod
રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ

દાહોદ જિલ્લામાં માત્ર ૭૮ દિવસોમાં જ 3૨૫ નવા બોર તેમજ ૬૭૩૦ જેટલા હેન્ડપંપ રીપેર કરવામાં આવ્યા. જિલ્લામાં સામાન્ય માણસની પાણીની જરૂરીયાત સુલભ થાય તે માટે વિભાગની ૩૫ ટીમોના ૧૪૦ કર્મીઓએ ભરઉનાળાની ગરમીમાં તનતોડ પ્રયાસ.

દાહોદ જિલ્લામાં ઉનાળો સામાન્ય માણસ માટે ખાસો આકરો હોય છે. કારણ કે જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને કારણે પીવાના પાણીની સમસ્યા રહે છે. પરંતુ આ વર્ષે જિલ્લાના પાણી પુરવઠા વિભાગે વિશેષ અભિયાન હાથ ધરીને નાગરિકોની પાણીની સમસ્યાઓનો નિકાલ લાવ્યા છે અને માત્ર ૭૮ દિવસોમાં જ ૩૨૫ નવા બોર, ૬૭૩૦ જેટલા હેન્ડ પંપ રીપેર કરવામાં આવ્યા છે. આ માટે વિભાગની ૩૫ ટીમોના ૧૪૦ કર્મીઓએ ભરઉનાળાની ગરમીમાં તનતોડ પ્રયાસ કર્યો હતો.

જિલ્લાના પાણી પુરવઠા વિભાગે કલેક્ટર શ્રી વિજય ખરાડીની રાહબરી હેઠળ છેલ્લા અઢી મહિનામાં ઉદાહરણરૂપ કામગીરી કરી છે. કલેક્ટરશ્રીએ દરેકે દરેક નાગરિક સુધી પીવાનું પાણી ઉપલબ્ધ બને તે માટે ખાસ અભિયાન ચલાવવા આહ્વાન કર્યું હતું. પરીણામે તા. ૧ એપ્રીલ થી તા. ૧૭ જુન સુધીમાં એટલે કે માત્ર ૭૮ દિવસોમાં જ ૩૨૫ નવા બોર તૈયાર કરવામાં આવ્યા, ઉપરાંત ૬૭૩૦ જેટલા હેન્ડ પંપ રીપેર કરવામાં આવ્યા છે. ઉનાળાની આકરી ગરમીમાં ૧૪૦ કર્મચારીઓની ૩૫ ટીમોએ આ માટે એક અભિયાનની જેમ કામ હાથ ધર્યુ હતું. આ વર્ષની શરૂઆતથી કામગીરી જોઇએ તો નવા ૫૦૮ જેટલા બોર અને કુલ ૧૨૦૧૭ જેટલા હેન્ડ પંપ રીપેર કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં કુલ હેન્ડપંપની સંખ્યા ૪૩૫૭૬ છે.

પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી એચ.જી.પરમારે આપેલી માહિતી મુજબ, આ ૪૭ દિવસમાં દાહોદમાં ૨૮ બોર અને ૧૪૧૨ હેન્ડપંપ, ગરબાડામાં ૫૪ નવા બોર અને ૬૫૪ હેન્ડપંપ, ઝાલોદમાં ૬૪ નવા બોર અને ૧૧૦૬ હેન્ડ પંપ, ફતેપુરામાં ૩૩ નવા બોર અને ૬૧૪ હેન્ડપંપ, સંજેલીમાં ૪૧ નવા બોર અને ૩૭૪ હેન્ડપંપ, લીમખેડામાં ૧૫ નવા બોર અને ૧૦૩૪ હેન્ડપંપ, સીંગવડમાં ૨૦ નવા બોર અને ૩૬૭ હેન્ડપંપ, દેવગઢ બારીયામાં ૬૫૫ હેન્ડપંપ, ધાનપુરમાં ૭૦ નવા બોર અને ૫૧૪ હેન્ડપંપ રીપેર કરવામાં આવ્યા હતા.
રાજય કક્ષાએ પાણી માટે ચાલતી ટોલ ફ્રી હેલ્પલાઇન નં. ૧૯૧૬ પર કરવામાં આવતી રજૂઆતને પાણી પુરવઠા વિભાગ દ્વારા તાબડતોડ નિકાલ કરવામાં આવતો હતો. સાથે કચેરીએ નવા બોર માટે કરવામાં આવતી અરજીને પણ ગ્રાહ્ય રાખી તુરત કાર્યવાહી કરવામાં આવતા લક્ષ્યાંક મુજબની કામગીરીમાં સફળતા મળી છે. જિલ્લામાં સામાન્ય માણસની પાણીની જરૂરીયાત સુલભ થાય તે માટે વિભાગની ૩૫ ટીમોના ૧૪૦ કર્મીઓએ ભરઉનાળાની ગરમીમાં તનતોડ પ્રયાસ કર્યો છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *