રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કેશોદ શહેરના માંગરોળ રોડ પર રહેતાં અક્ષર યોગેશભાઈ સાવલીયા દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સોએ છરી બતાવી માર મારી ભુંડી ગાળો આપી મારઝૂડ કરી હતી. ફરિયાદી અક્ષરભાઈ સાવલીયા કેશોદ નગરપાલિકા પ્રમુખ અને કેશોદ વેપારી મહામંડળ નાં પ્રમુખ યોગેશભાઈ સાવલીયા નો પુત્ર છે. કેશોદ શહેરના અગતરાય રોડ પર પાનદેવ સમાજ સામેના પેટ્રોલ પંપ પર વાહન નંબર GJ/11/CB/9922 એકટીવા લઈને પેટ્રોલ ભરાવવા ગયા હતા ત્યારે બીજી બાજુ થી ત્રણ સવારી મોટરસાયકલ લઈને આવેલા અક્ષરભાઈ સાવલીયા ને સામું શું જુવે છે કહીને ભુંડી ગાળો ભાંડી હતી અને એક શખ્સ દ્વારા છરી લઈને મારવા દોડતાં જેમીન વિનુભાઈ વણપરીયા વચ્ચે જઈ છુટા પાડયા હતા. કેશોદ પોલીસ દ્વારા આકીબ રજાક મહીડા, ઈલૂ ઈબ્રાહિમ મહીડા અને છરી ધરાવતા અયાન જેઠવા ઉર્ફે સુર્યા વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પીએસઆઇ મહિપતસિંહ છત્રસિંહ ચુડાસમા ને તપાસ સોંપવામાં આવી છે. કેશોદ નગરપાલિકા પ્રમુખ યોગેશભાઈ સાવલીયા નાં પુત્ર પર હુમલો કર્યો હતો . ત્યારે જીલ્લા પોલીસ વડા સૌરભસિહ દ્વારા માર્ગદર્શન અને સુચનાઓ આપી આરોપીઓ ને ઝડપી પાડવા ટીમોને જવાબદારી સોંપવામાં આવી છે. કેશોદના પાનદેવ સમાજ સામેના પેટ્રોલ પંપ પર લગાવવામાં આવેલાં સીસીટીવી કેમેરા નાં ફુટેજ તપાસવામાં આવ્યા છે. કેશોદ નગરપાલિકા નાં પ્રમુખ અને કેશોદ વેપારી મહામંડળ પ્રમુખ યોગેશભાઈ સાવલીયા નાં પુત્ર સાથે ગાળાગાળી કરી માર મારી છરી બતાવી ધમકી આપી છે ત્યારે કેશોદ ટોક ઓફ ટાઉન બનેલ છે.