નર્મદા: ૨૧મી જુને યોગ દિવસની ઉજવણી ઘરે બેઠા કરવા જિલ્લા કલેક્ટર કોઠારીનો પ્રજાજનોને જાહેર અનુરોધ.

Latest Narmada
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

ભારત સરકારના આયુષ મંત્રાલય, નવી દિલ્હી દ્રારા દર વર્ષે તા.૨૧ જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે કોરોના મહામારીના કારણે યોગા એટ હોમ,યોગા વિથ ફેમેલી નો કોન્સેપ્ટ અપનાવીને આપણે સૌએ ઘરેથી જ તા.૨૧/૦૬/૨૦૨૦ ના રોજ સવારના ડી.ડી.ગીરનાર પરથી ૭.૦૦ વાગ્યે મુખ્યમંત્રીના પ્રવચન બાદ યોગા પ્રોટોકોલ પ્રમાણે યોગભ્યાસ ઘરેથી જ કરવાનો રહેશે.

વડાપ્રધાનના તા. ૩૧/૦૫/૨૦૨૦ ના “ મન કી બાત ” કાર્યક્રમમાં જણાવ્યા મુજબ “MY LIFE MY YOGA” વિષય ઉપર વિડિયો બ્લોગીંગ કોન્ટેસ્ટ જાહેર કરી તેમાં દરેકને ભાગ લેવા જણાવેલ છે. જે અંર્તગત ભાગ લેનારે ૩ મિનિટના સમયગાળામાં ૩ યોગિક ક્રિયાઓ સાથેનો શોર્ટ વિડિઓ મેસેજ બનાવી અપલોડ કરવા અપીલ કરવામાં આવેલ છે, જે માટેની એન્ટ્રીઓ આયુષ મંત્રાલયની વેબ સાઈટ https : // yoga.aayush gov.in/yoga ઉપર તથા અન્ય બે ચેનલ (૧) The MyGov Platform અને(૨) http://mylifemyoga2020.com પર પણ કરી શકાશે. વિજેતાને રૂ. ૨૫,૦૦૦/- થી રૂ.૧,૦૦,૦૦૦/- ની વિવિધ શ્રેણીમાં ઇનામ જાહેર કરાયેલ છે, જેમાં નર્મદા કલેકટરશ્રી એમ.આર.કોઠારી દ્રારા નર્મદાની જાહેર જનતાને વિશ્વ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ઉત્સાહથી ભાગ લેવા જાહેર અનુરોધ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *