કાલોલ તાલુકાની અંગ્રેજી માધ્યમ ની અમૃત વિદ્યાલય દ્વારા લોકડાઉન બાદ વાલીઓને મેસેજ દ્વારા ,ફોન દ્વારા ,સર્ક્યુલર દ્વારા ફી ભરી જવાના સંદેશા મોકલતા આ ઉપરાંત બંધ સ્કૂલમાં પણ લાઇબ્રેરી ફી, કોમ્પ્યુટર ફી, યોગા ફી, લંચ ફી ભરવાનો દૂરાગ્રહ રાખતા આ ઉપરાંત જો ફી નહીં ભરવામાં આવે તો એડમિશન હોલ્ડ કરી દેવામાં આવશે, ઓનલાઇન ક્લાસમાં ભાગ નહી લેવા દેવા માં આવે. તે પ્રકારના મેસેજ આવતા સરકારના ફી માટે વાલીઓ ઉપર દબાણ નહી કરવાના આદેશો ની ધરાર અવગણના કરતા આ ઉપરાંત વર્ષો વર્ષ વાલીઓને વિશ્વાસમાં લીધા વિના આડેધડ ફી વધારો કરતા.આ શાળામાં વાલી મંડળ નું કોઈ પ્રતિનિધિ મંડળ પણ બનાવવામાં આવેલ નથી અને ફી નિયંત્રણ કમિટી દ્વારા નક્કી કરેલ ફી ઉપરાંત છેલ્લા ત્રણ વર્ષથી વધારે ફી લેતા વાલીઓએ શાળાને ગત સોમવારે આવેદનપત્ર આપ્યું જેની નકલ શિક્ષણ વિભાગ પંચમહાલ ને મોકલતા શિક્ષણ વિભાગ હરકતમાં આવેલ અને શુક્રવારે સવારે કાલોલ બી.આર.સી.ભવન માં સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન કરી 20 -20 ના ગ્રુપમાં વાલીઓને બોલાવી વાલીઓના નિવેદન તથા પુરાવા મેળવવાની કાર્યવાહી જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ ગોધરા તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ગોધરા દ્વારા કરવામાં આવી હતી.
જેમાં ૭૫ જેટલા વાલીઓએ પોતાના નિવેદનો તથા પુરાવા અધિકારીઓ સમક્ષ રજૂ કર્યા હતા. સદર નિવેદનોમાં વાલી દ્વારા ફી નિયંત્રણ કમિટીના હુકમની નકલ પણ રજૂ કરવામાં આવી હતી અને શાળા કમિટીના હુકમ કરતાં વધુ નાણાં લેતા હોવાના પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા હતા.વાલીઓના નિવેદનો મેળવ્યા બાદ અધિકારીઓ વિવાદિત અમૃત વિદ્યાલય ના સંચાલકોના જવાબો લેવા માટે રવાના થયા હોવાનું જાણવા મળેલ છે ત્યારે કાલોલના વાલીઓને વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા ન્યાય મળશે ખરો.