રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામના વતની અને S.M.S. કંપનીમાં વડોદરા ની એજન્સીનો કોન્ટ્રાકટ સીતાપુર ખાતે આવેલી જાપાનીઝ ડોર મેન્ટરીમાં હાઉસ કીપિંગનો ચાલેશે. તેમાં S.T.P ના પ્લાન્ટ ઓપરેટર તરીકે નોકરી કરતા રાઠોડ અમૃતભાઈ મોતી ભાઈ જે જગ્યાએ કામ કરેશે તેમાં આશરે 50 જેટલા અધિકારીઓ-કર્મચારીઓ પણ કામ કરેશે.જેમાં દિનેશ જાહાંગીર અને પિયુષ શુકલા નામના બે વ્યક્તિઓ મેનેજરની પોસ્ટ પર કામ કરતા હોઈ આ બન્ને મેનેજરોને ખબર પડેલ કે રાઠોડ અમૃત જેઓ પોતે અનુસુચિત જાતિ સમાજના છે.જેથી તેઓની સામે અસ્પૃશ્યતા જેવો વ્યવહાર કરી વારંવાર જાતિ વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલી બધા કર્મચારીઓ સામે અપમાનિત કર્યાની તારીખ 16/6/2020ના રોજ વિઠ્ઠલાપુર પોલીસ સ્ટેશને એક્ટ્રોસિટી એકટ કલમ મુજબ ફરિયાદ દાખલ થયેલ છે.જેમાં I.P.C એકટ કલમ ૩(૧)(r),3(૧)(s) અને 114 કલમ મુજબ દાખલ કરેલ છે.જેની તપાસ અમદાવાદ રૂરલ S.C/S.T સેલના DY.S.P મનવર સાહેબ કરી રહ્યાશે. આ લખાય છે ત્યાં સુધી કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.જેની જાણકારી ફરીયાદી રાઠોડ અમૃતભાઈ દ્વારા જાણવા મળેલછે. અને આરોપીઓની ધરપકડ સત્વરે કરવામાં આવે તેવી માંગ કરેલ છે.