રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
સમગ્ર હિન્દૂ મુસ્લિમ બિરાદરોની આસ્થાનું પ્રતીક ગણાતા અજમેર સ્થિત જેમની દરગાહ આવેલી છે તેવા ખ્વાજા ગરીબ નવાઝ ની શાનમા ગુસ્તાખી કરનાર એક ખાનગી ચેનલમાં એન્કર અમિશ દેવગન ને કડકમાં કડક સજા થાય તેવું આવેદનપત્ર માંગરોળ આલાહજરત કમીટી દ્વારા મામલતદાર ને પાઠવામાં આવ્યું હતું.
ખાનગી ચેનલ પર આ એન્કર અને પેનાલિસ્ટ દ્વારા દેશની એકતા અને કોમી એકતા તોડવાના ગુનાહિત ઇરાદે આયોજનબદ્ધ રીતે ષડ્યંત્ર રચી ખ્વાજા ગરીબ નવાજની શાનમાં ભયંકર ગુસ્તાખી કરી તેમના ચાહકોની લાગણી દુભાવી હીન કૃત્ય કરતા માંગરોળ આલા હજરત કમિટીએ આ ઘટના ને વખોડી આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.