રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
પોલીસ સમન્વય ન્યુઝમા રાજકોટ/જામનગર મહિલા અધ્યક્ષ તરીકે ફરજ અદા કરતા અને રાજકોટની લોકપ્રીય સેવાકીય સંસ્થાના સમાજ સેવા કેન્દ્રના શ્રીમતી સોનલ ડાંગરિયા અને ટી.ડી.પટેલ દ્વારા સન્માન પત્ર આપી ચિરાગ ચાંદેગરાને બિરદાવાયા
નિસર્ગ યુવા ફાઉન્ડેશન દ્વારા વિવિધ ક્ષેત્રે સમાજ સેવાની પ્રવુતિઓ કરવામાં આવી છે જેવી કે શાંતવત અનાથ આશ્રમ (જૂનાગઢ વિજાપુર) ૮૦ મેમ્બરો ભોજન વિતરણ કરેલ તથા સદભાવના વૃધ્ધઆશ્રમ ખાતે વૃધ્ધાને ભોજન કરાવેલ અને વર્ધમાન સમયમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો હોય ત્યારે જરૂરિયાતમંદોને અનાજોની કીટનું વિતરણ કરી નોંધનીય કામગીરી કરેલ છે.અને આ કામગીરીમાં સુગંધ ભળે એવી એક નોંધનીય કામગીરી સમાજ સેવા કેન્દ્રના શ્રીમતી સોનલ ડાંગરિયાના સેવાભાવિ સહયોગથી અને માર્ગદર્શન હેઠળ નિસર્ગ યુવા ફાઉન્ડેશન ટીમને બિરદાવામાં આવેલ હતી .
જેમાં નિસર્ગ યુવા ફાઉન્ડેશનના પ્રમુખ ચિરાગ ચાંદેગરા, મનસુખ મકવાણા, દિગ્વિજયસિંહ જાડેજા , હરદેવસિંહ જાડેજા , અર્જુન મકવાણા , જયદીપસિંહ જાદવ , મહેશ ચાવડા અને સમાજ સેવા કેન્દ્રના વોલેનટિયર્સ દ્વારા આશ્રમ ખાતે સંસ્થાપક ધીરૂભાઇ કોરાટની ઉપસ્થિતિમા મંદબુદ્ધિજીવી અન્નાર્થીઓને સ્વાદિષ્ટ અને સુપાચ્ય ભોજન પીરસાયું હતું.
વધુ માહિતી મુજબ કસ્તુરબા આશ્રમના સંસ્થાપક ધીરૂભાઈ કોરાટ વર્ષ ૨૦૦૩ થી સતત કાર્યરત રહ્યા છે, અવાર-નવાર આ આશ્રમમાં મંદબુદ્ધિજીવીઓ માટે વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા ભોજન અર્પણ થતુ હોય છે, આશ્રમના સ્થાપક ધીરૂભાઇ કોરાટની સમાજ સેવા કેન્દ્રના સોનલ ડાંગરિયા અને ચિરાગ ચાંદરેગા દ્વારા પ્રાથમિક મુલાકાત લેવાઈ હતી, જેમાં મંદબુદ્ધિજીવીઓ માટે જાણકારી મેળવી શ્રીમતી ડાંગરિયા અને ચિરાગ ચાંદરેગા દ્વારા પ્રેરણાત્મક વિચાર પ્રગટ થતા ૧૪૦ જેટલા મંદબુદ્ધિજીવીઓ માટે નિશર્ગ યુવા ફાઉન્ડેશન ટીમના સહયોગથી ભોજન વિતરણ કરાયું હતું.
શ્રીમતિ સોનલ ડાંગરિયા દ્વારા વિવિધ સમાજલક્ષી પ્રવૃત્તિમાં સમયાંતરે ભોજન વ્યવસ્થા કરવામાં આવતી રહે છે.
અંતે આ કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ થયો હતો અને ધીરૂભાઇ દ્વારા સોનલ ડાંગરિયા અને ચિરાગ ચાંદરેગાને સંસ્થાવતી બિરદાવી અને સતત આવા ઉમદા વિચાર કરતા રહે અને સમાજીક સેવા પ્રતિભામા સતત સેવાકીય પ્રકાશ પથરાતો રહે અને યશ કીર્તિ પ્રકાશમાન થતાં રહે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી. પ્રત્યુત્તરમાં શ્રીમતી સોનલ ડાંગરિયા અને ચિરાગ ચાંદરેગા એ આશ્રમનો મંદબુદ્ધિજીવીઓને ભોજન પ્રદાન કરાવાનો અવસર પ્રાપ્ત કરાવવા બદલ મંદબુદ્ધિજીવીઓનો અને સંસ્થાપક ધીરૂભાઇ કોરાટનો ખરા હૃદયથી આભાર વ્યક્ત કરે છે
ભોજન વ્યવસ્થાથી મંદબુદ્ધિજીવીઓમાં એક અલગ ઉર્જા જોવા મળી હતી.
પોલીસ સમન્વય તંત્રી અને સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ રજનીશ પરમાર અને ગુજરાત રાજ્યના ક્રાઈમ રિપોર્ટર વિવેક કુમાર અને રવિ રામાણી દ્વારા નિશર્ગ યુવા ફાઉન્ડેશનના પ્રમુખ ચિરાગ ચાંદરેગાને સેવાકીય પ્રવૃતિ બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.