આજરોજ કોરોના વાયરસ ફેલાવવાના ના ભાગરૂપે રાજ્ય સરકારની સુચના મુજબ તાલુકા કક્ષાએ કચેરીમાં આવતા અરજદારોની સાફ-સફાઈ થાય તેમાટે મામલતદાર કચેરી એ વોશબેસિન સેનિટાઈઝેશન કામગીરી શરૂ કરવામાં આવેલ ઉપરાંત કચેરી ના કામ માટે લોકોને બિનજરૂરી આવ- જાવ ન કરવામાં આવે અને કેસ બોર્ડ પણ પંદર દિવસ મુલ્તવી રાખેલ છે તેમજ કચેરીની પૂરતી સાફ-સફાઈ રાખવામાં આવે છે અને કચેરીના એક જ ગેટમાંથી પ્રવેશ આપવામાં આવે છે તે રીતે અમલ કરવામાં દરેક તાલુકા કચેરીને સૂચના આપવામાં આવેલ છે આજરોજ આ વિસ્તારને તમામ કચેરીઓના વડાઓ ની મીટીંગ બોલાવી. મીટીંગમાં માનનીય પ્રિન્સિપાલ જજ શ્રી જેઠવા સાહેબ તથા માનનીય શ્રી રાજ સાહેબ શ્રી ની વિશેષ ઉપસ્થિતિમાં તાલુકાના તમામ સંકલન અધિકારીઓની કોરોના વાયરસ નાથવા અંગે મીટીંગ બેઠક વિસ્તૃત ચર્ચા-વિચારણા ની આગોતરા પગલાં દરેક કચેરી દ્વારા હાથ ધરવામાં આવે અને લોકોમાં જાગૃતિ કેળવવા માટે વિશેષ ભાર મૂકવામાં આવેલ ખાસ કરીને હળવદ માર્કેટિંગ યાર્ડની દિવસ દરમિયાન મોટા પ્રમાણમાં લોકોની આવન-જાવન રહેતી હોય સેક્રેટરી મહેશ પટેલ ની રૂબરૂ માર્ગદર્શન આપી માર્કેટીંગ યાર્ડના બંને ગેટ ઉપર વોશબેસિન સેનિટાઝેશન તેમજ દરેક વ્યક્તિના થર્મલ સ્ક્રિનિંગ ની વ્યવસ્થા ગોઠવવાની જાણ કરવામાં આવેલ. આ બેઠકમાં મામલતદાર શ્રી વી.ડી. સોલંકી . પી.એસ.આઇ ખાંધલા ચીફઓફિસર સાગર રાડીયા અને મેડિકલ ઓફિસર ડો.કૌશલભાઈ હાજર રહ્યા હતા.