રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
નાણાં, બાઈક,ગાડી સહિતની માંગ કરી વારંવાર મારઝૂડ કરનારા પતિ સહિતના સાસરિયા સામે ગુનો દાખલ
રાજપીપળા : રાજપીપળાના ચુનારવાડમાં રહેતી ભરૂચ જિલ્લામાં પરણાવેલી પરણીતા ને દહેજ માટે ત્રાસ આપી મારઝૂડ કરતા સાસરિયાઓ વિરુદ્ધ રાજપીપળા મહિલા પો.સ્ટે.માં ફરિયાદ દાખલ થઇ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા ચુનારવાડમાં રહેતી મહેશભાઇ અમૃતલાલ સાધુ ની દિકરી નયનાબેન ના લગ્ન ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના લુણા ગામમાં રહેતા યોગેશ હરિદાસ મહંત સાથે થયા હતા. લગ્ન બાદ શરૂઆતમાં નયના ને સારી રીતે રાખતા સાસરિયાએ થોડા સમય બાદ ત્રાસ આપવાનું શરૂ કરી અવારનવાર મહેણા ટોણા મારી મારઝુડ કરી,નાણા,બાઇક અને ગાડીની માંગણી કરી શારિરીક તથા માનસિક ત્રાસ આપી નયના ને તેમજ અન્ય સગાઓને ધમકી આપતા હતા. આખરે સાસરિયાના ત્રાસ થી કંટાળેલા નયનાબેને ગતરોજ રાજપીપળા મહિલા પો. સ્ટે.માં પતિ યોગેશ મહંત, હરિદાસ મહંત, સરોજબેન મહંત તથા બિપિન રમાકાન્ત રામાનુજ નામક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ કરતા મહિલા પોલીસે દહેજ પ્રતિબંધક સહિતની કલમો સાથે ગુનો નોંધી ચારેય વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.