રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
માંડલ રામાનંદ સરસ્વતી આશ્રમ દ્વારા પૂ.સ્વામીજીની કૃપા અને તેમની છત્રછાયામાં કોરોના જેવી મહામારી અને લોકડાઉનના સમયમાં દરરોજના ૧૫૦૦ લોકોને જમાડવામાં આવ્યા હતાં.સ્વામીજી આશ્રમ દ્વારા પંથકમાં ઠેરઠેર દવાઓ અને ઉકાળાની પણ સેવા અવિરત ચાલી રહી છે.એક ટ્રસ્ટી દ્વારા વિસ્તારમાં સાત હજાર જેટલા માસ્ક વિતરણ કરવામાં આવ્યા છે.હાલ ચાલી રહેલા અન્નક્ષેત્ર પર દરરોજના 40 થી 50 ગરીબ વૃદ્ધો પણ બે સમય ભોજન લઈ રહ્યા છે.કોરોના વાઈરસ અને સરકારના આદેશ અનુસાર સ્વામીજીની પ્રતિવર્ષ અષાઢ વદ બીજના રોજ ઉજવાતી પુણ્યતિથિ પણ મોકૂફ રખાઈ છે.આ દિવસે અહીં 15 થી 20 હજાર ભક્તો દરવર્ષે ભોજન પણ લે છે અને ગામમાં ભવ્ય શોભાયાત્રા અને સંત સંમેલન યોજાતું હોય છે.