રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉના તાલુકાના સીમર ગામે રહેતા સંજય જીતુભાઈ શિયાળએ ગત તા.૧૭ ના રોજ તેમની સીમર ગામની ૧૯ વર્ષની યુવતી સાથે મીત્રતા બાંધી ઘરે બોલાવેલ અને યુવતી સાથે બળજબરીથી મરજી વિરૂઘ્ધ દુષ્કર્મ કરી અને ઘરમાં રહેલ લાકડાની પેટીમાં પુરી દઈ અને નાશી ગયો હતો અને યેનકેન પ્રકારે પેટીમાંથી યુવતી બહાર આવી પોતાના પરિવારને હકીકત જણાવતા નવાબંદર મરીન પોલીસમાં સંજય જીતુભાઈ શિયાળ વિરૂઘ્ધ પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા પી.એસ.આઈ. કે.વી.પરમાર તપાસ કરી રહયા છે.