રિપોર્ટર: પાયલ બાંભણિયા
યુવા આગેવાન રસિક ચાવડા તથા અજય શિયાળ દ્વારા ચીફ સેક્રેટરી ને પત્ર લખ્યો.
રાજ્યભરના વિધાર્થીઓ અને વાલીઓનાં હિતમાં શિક્ષણ ફી તથા ઓનલાઇન શિક્ષણની સમસ્યા દૂર કરવા માંગ ઉઠી રહી છે ત્યારે ઉના યુવા આગેવાન રસિક ચાવડા તથા રાજુલા નાં યુવા આગેવાન અજય શિયાળ દ્વારા રાજ્યના ચીફ સેક્રેટરી ને પત્ર લખતા રજૂઆત કરવામાં આવી છે કે કોરોના વાઈરસ મહામારી નાં કારણે છેલ્લા ધણા સમયથી મોટા ભાગના રોજગાર, ધંધા-વ્યવસાય બંધ હતાં હાલમાં ધીમે ધીમે સરકાર શ્રી નાં નિયમો મુજબ ચાલુ થયું છે તેનાં કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો આર્થિક ભીંસ ભોગવી રહ્યા છે ત્યારે આવાં વર્ગના પરિવારોના બાળકો ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેની પ્રથમ સત્રની ફી ભરવી પણ મુશ્કેલ હોય, રાજ્ય સરકાર દ્વારા સપ્ટેમ્બર માસ સુધી ફી માટે રાહત આપવામાં આવી છે પરંતુ આવાં પરિવારોના વિધાર્થીઓની તમામ શાળા કોલેજો માં શિક્ષણ ફી માફ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે રાજ્ય સરકાર દ્વારા કોરાના સંક્રમણને રોકવા માટે ૧૫ ઓગસ્ટ સુધી શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ મોટા ભાગની ખાનગી-સરકારી શાળાઓ અને કોલેજો દ્વારા વિધાર્થીઓને મોબાઇલ મારફતે વિડિયો કોન્ફરન્સ દ્વારા કલાકો સુધી ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે તેનાં કારણે કલાકો સુધી વિધાર્થીઓ મોબાઇલ સામે રહે છે અને અમારે ધ્યાને એવું પણ આવ્યું છે કે વિડિયો કોન્ફરન્સ દરમિયાન વિધાર્થીઓ એ શાળાનો યુનિફોર્મ પહેરવાં નું પણ કહેવામાં આવે છે.
ત્યારે વિડિયો કોન્ફરન્સ માં યુનિફોર્મ પહેરવો એ કેટલો યોગ્ય? એ પ્રશ્ન અહિયાં થાય છે બીજી તરફ ધણાં બધા આંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં એવાં પણ પરિવારો છે જેની પાસે સ્માર્ટફોન નથી અથવા સ્માર્ટફોન છે તો ઈન્ટરનેટ જોડાણ ની સમસ્યા હશે ત્યારે આવી પરિસ્થિતિમાં ઓનલાઈન શિક્ષણ વાલીઓ માટે ચિંતાજનક છે તેમજ કલાકો સુધી વિધાર્થીઓ મોબાઇલ સામે બેસશે તો તેમની આંખો ને પણ નુકસાનકારક છે ત્યારે આ અંગે સરકાર દ્વારા ગંભીરતાપૂર્વક વિચારણા કરવામાં આવે અને વિધાર્થીઓનાં હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે ત્યારે ગુજરાત રાજ્ય ની તમામ સરકારી/બિન સરકારી તથા ખાનગી શાળા કોલેજો સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિધાર્થીઓની પ્રથમ સત્ર સંપૂર્ણ ફી માફ કરવામાં આવે તેમજ ઓનલાઇન શિક્ષણ ને બદલે ઓફલાઈન લર્નિંગ હોમ વર્ક દ્વારા શાળા કોલેજો ખુલ્લે નહીં એ સમયગાળા દરમિયાન શિક્ષણ આપવામાં આવે જેથી વાલીઓની અને વિધાર્થીઓની સમસ્યાઓનું નિવારણ આવી. રાજ્યભરના વિધાર્થીઓ તથા વાલીઓનાં વિશાળ હિતને ધ્યાને લઇ યોગ્ય નિર્ણય વહેલી તકે લેવામાં આવે તેવી માંગ સાથે શિક્ષણ વિભાગ સહિતના વિભાગ ને પત્ર લખ્યો હતો આગામી દિવસોમાં સરકાર દ્વારા શિક્ષણ ફી માફી તથા ઓનલાઇન શિક્ષણ અંગે નિર્ણય કરવામાં આવે છે કે નહીં તે તો હવે આવનારો સમય બતાવશે.