રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
નર્મદા જિલ્લાનાં માછીમારી કરતાં ઇસમોને જણાવવાનું કે, ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ-૨૦૦૩ માં જાહેર થયેલ સુચના અન્વયે તા.૧૦/૦૬/૨૦૨૦ થી તા.૧૫/૦૮/૨૦૨૦ સુધી જિલ્લામાં આવેલાં તમામ નદી, તળાવો, જળાશયો માં મચ્છી દ્વારા પ્રજનન કરી ઇંડા મુક્તી હોવાથી, કોઇએ માછીમારી કરવી કે કરાવવા માટે બંધ સિઝન જાહેર કરેલ હોય તે માટે માછીમારી કરવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. જેની માછીમારી સાથે સંકળાયેલ દરેક ઇસમોએ નોંધ લેવી. જો કોઇ ઇસમ માછીમારી કરતાં, કરાવતાં પકડાશે તો ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ-૨૦૦૩ કાયદા ની જોગવાઇ અન્વયે સજા ને પાત્ર ઠરશે, તેમજ શિક્ષાત્મક/કાનુની પગલા પણ લેવામાં આવશે. આ પ્રતિબંધમાંથી પગડીયા માછીમારો ને બાકાત રાખવામાં આવે છે, જેની તમામ સંબધર્તાઓને નોંધ લેવા મત્સ્યોદ્યોગ અધિક્ષક રાજપીપળા તરફ થી એક અખબાર યાદીમાં જણાવાયું છે.