રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
સમગ્ર દેશ જયારે કોરોના જેવી વૈશ્વિક સમસ્યાથી પસાર થઇ રહયું છે. અને કોરોના એ એક જીવલેણ વાયરસ બની ગયું છે. ત્યારે નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રવી ચાણક્ય સાહેબ, પ્રદેશ અધ્યક્ષ શ્રી લિતિન મેહતા, નર્મદા જિલ્લાના અધ્યક્ષ શ્રી મુરલી મનોહર મિશ્રા દ્વારા ખાસ કોરોના સામે ખડે પગે રહી જનતાની સેવા અને કોરોના જેવી બીમારીની પરવાહ કર્યા વગર દેશ હિતમાં પોતાનું પ્રજા લક્ષી કાર્ય કરી યોગદાન આપ્યું તેવા રાજપીપલાના પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, હેડ કોન્સ્ટેબલ સામાજિક કાર્યકર વગેરે સાચા કોરોના વૉરિયસને નરેન્દ્ર મોદી વિચાર મંચ રાજપીપલા દ્વારા સન્માન પત્ર આપી એમનું સમ્માન કરવામાં આવ્યું હતું.