હળવદ શિશુમંદિર માં અભ્યાસ કરતી આસામ ની દીકરીઓ પૈકી સૌથી નાની ઉંમર ની દીકરી ચિ.દેવી મુસાહરી નું 3 માસ પહેલા કેન્સર ડિટેકટ થતા સારવાર દરમિયાન ગઈકાલે આસામ ખાતે તેમના નિવાસસ્થાને અવસાન થયેલ
હળવદ ના શિશુમંદિર ખાતે આસામ ની 30 દીકરીઓ છેલ્લા 5 વર્ષ થી આશ્રય લઈ રહી છે તે પૈકી ની ચિ. દેવી સૌથી નાની ઉંમર ની દીકરી હોઈ તેને 3 માસ પહેલા બગલ ના ભાગ માં ગાંઠ થતાં તે કેન્સર ની ગાંઠ નીકળેલ ત્યારે તેમને પ્રથમ અમદાવાદ સિવિલ ખાતે સારવાર આપવામાં આવેલ ત્યારબાદ ગૌહાટી આસામ ખાતે પણ સારવાર આપવામાં આવેલ પરંતુ સારવાર કારગત નો નિવળતા ફૂલ જેવી દીકરી ચિ.દેવી નું ગઈકાલે આસામ ખાતે દુઃખદ અવસાન થયેલ તે સમાચાર મળતા ની સાથે હળવદ શિશુમંદિર સ્ટાફ તથા અભ્યાસ કરતી દીકરીઓ ઘેરા શોક ની લાગણી વ્યક્ત કરેલ અને આજે સવારે 10:30 કલાકે સદગત ની આત્મા ને ચીર શાંતિ મળે તે માટે શિશુમંદિર ખાતે પ્રાર્થના સભા નું આયોજન કરવામાં આવેલ હાજર સૌએ ગીતાજી ના પાઠ કરી અને ઉપનીસદ ના મંત્રોચ્ચાર થી હૃદયપૂર્વક શ્રદ્ધાસુમન અર્પણ કરેલ ત્યારે આ દીકરી 2015 થી હળવદ શિશુમંદિર ખાતે અભ્યાસ કરતી હોય અને સંકૃતિક કાર્યક્રમો – રમતગમત ના કાર્યક્રમો માં પણ ઉત્સાહ ભેર ભાગ લઈ અને સૌ લોકો ના મન મોહી લેતી ત્યારે સ્વ.દેવી ની ઓચિંતી વિદાય થી સર્વે વિદ્યાર્થીનીઓ અને શાળા પરિવાર ઘેરા શોક ની લાગણી અનુભવે છે આ પ્રાર્થના સભા માં તાલુકા સંચાલકજી દિલીપભાઈ સોની , સંસ્થા ના મેનેજીંગ ટ્રસ્ટી ઘનશ્યામભાઈ દવે , હળવદ વેપારી મહામંડળ ના પ્રમુખ વિનુભાઈ પટેલ , તથા હળવદ ચેમ્બર ઓફ કોમર્સ ના ઉપપ્રમુખ વિજયભાઇ ઠાકર , રામણિકભાઈ રાબડીયા ,રાજુભાઇ દવે , શહેર યુવા ભાજપ પ્રમુખ તપનભાઈ દવે સહિત શાળા પરિવાર ના સર્વે એ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.