રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
ધારી નજીક આવેલ પ્રેમપરા વિસ્તારમાં રહેતા વિજયભાઈ મુકુંદભાઈ છોડવડીયા સહિત પ ઈસમો પ્રેમપરામાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતાંહોય, ધારી પોલીસને બાતમી મળતા દરોડો પાડી રોકડ રકમ રુા. ૧૦,૦૪૦ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બાબરા તાલુકાના કરીયાણા ગામે રહેતા અજીત મનુભાઇ ધાધલ સહિત ૪ જેટલા ઇસમો કરીયાણા ગામે જાહેરમાં પૈસાની હારજીતના જુગાર રમતા હોય આ અંગે બાબરા પોલીસને બાતમી મળતા દરોડો પાડી રોકડ રકમ રુા. પપપ૦ની મત્તા સાથે ઝડપી લીધા હતા.
સાથોસાથ આ તમામ ઇસમો રાત્રીથી સવાર સુધી અવર જવર ઉપર પ્રતિબંધ હોય જે અંગેના જાહેરનામાનો ભંગ કરી તથા મોં ઉપર માસ્ક કે રુમાલ પણ બાંધેલ ન હોય તે અંગે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ઈ રિટાઇર એટલે કે તેમની નોકરી પૂરી થતાની સાથે જ તેમના પરિવાર અને આજુબાજુના શેરી વિસ્તારના લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને અભિનંદનની વર્ષા સાથે મોં મીઠું કરાવી પરિવાર અને શેરી વિસ્તારના લોકો દ્વારા કંકુ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.