રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
કેશોદના ફૌજી યુવાન પંજાબના પટિયાનાથી દેશ સેવા કરી કેશોદ તેમના વતન પરત ફર્યા.
તાજેતરમાં ભારતીય આર્મીમેન અભિનંદન કે જેઓએ ભારતની ૧૨૫ કરોડની જનતાનો વિશ્વાસ સંપાદન કરી પોતાના પરિવારનો પણ વિચાર કર્યા વગર ૧૭ વર્ષથી વધુ દેશસેવા કરી આજ રોજ આર્મી યુવાન રિટાયર્ડ થતાં જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા ખાતે તેમના ઘરે તેમના પરિવાર દ્વારા ધામે ઘૂમે સ્વાગત કરવામાં આવ્યું હતું.
દેશના તમામ સૈનિકો જેઓ દેશની સલામતી અને સુરક્ષા માટે પોતાના પરિવારથી ઘણા સમય સુધી જુદા રહીને પોતાની ફરજ ખંત અને નિષ્ઠાથી કામ કરતા હોય છે. એવા જ એક કેશોદના જોસ જુસ્સા વાળા ભેટિયા જીગ્નેશ ભાઈ રિટાઇર એટલે કે તેમની નોકરી પૂરી થતાની સાથે જ તેમના પરિવાર અને આજુબાજુના શેરી વિસ્તારના લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને અભિનંદનની વર્ષા સાથે મોં મીઠું કરાવી પરિવાર અને શેરી વિસ્તારના લોકો દ્વારા કંકુ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.