રિપોર્ટર: વિમલ પંચાલ,નસવાડી
છોટાઉદેપુર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી એમ એસ ભભોરનાઓની સૂચના અને માર્ગદર્શન ના આધારે નાયબ અધિક્ષક શ્રી એ.વી કાટકડનાઓ ના સંકલનમાં રહી પોલીસ સ્ટેશન વિસ્તાર પ્રોહિબીસોન પ્રવૃત્તિ નેસ્ટ નાબૂદ કરવા તથા દારૂબંધીના કડક અમલ થાય તે હેતુથી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરી પ્રોહીબીસન ના કેશ શોધી કાઢવા જણાવતા આજરોજ કવાંટ પોલીસ સ્ટેશન ઉમઠી આઉટપોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી કે નીનામાઓ ને બાતમી મળેલ કે વિદેશી દારૂ ભરી એમ પી તરફ થી રેનધા રોડ ઉપર આવી રહેલ છે તે બાતમી આધારે પો.સ.ઇ નીનામા તથા પો.સ્ટાફ રેનધા ગામે પ્રોહીબીસન નકાબાંધી કરીને ગાડી નંબર જી જે ૦૮ એફ 4005 ના ચાલક ને ઝડપી પાડી ને ગાડીમાંથી માઉન્ટ બિયર 6000, 500મિલી પતરાના ટીન બોટલો કુલ નંગ 360 કી રૂ 36000નો ગેર કાનૂની વગર પાસ પરમીટ નો મુદ્દામાલ તેમજ વિદેશી દારૂ ભરેલ સ્કોડા કાર ની કી 400000 તેમજ અંગ જડતી માં મળી આવેલ 2000રૂ મળી કુલ 438000 નો મુદ્દામાલ ઝડપી પાડી પી.એસ.આઇ નીનામા દ્વારા પ્રોહીબીસનનો ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.