રિપોર્ટર: વિમલ પંચાલ,નસવાડી
છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદી બે કાંઠે વહેતા બોડેલી તાલુકાનો જોજવા આડ બંધ ઓવરફ્લો તથા આ વિસ્તારના લોકો તેમજ ખેડૂતોમા આનંદ વ્યાપી ગયો છે.
મધ્યપ્રેદેશમાં તેમજ છોટાઉદેપુર જિલ્લામાં થયેલ વરસાદને કારણે જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદી બે કાંઠે વહેવા લાગી હતી અને જેને લઇ બોડેલી નજીક આવેલ જોજવા ડેમ અડધોફૂટ જેટલો ઓવરફ્લો તથા નજારો જોવા સ્થાનિક રહીશો ડેમ સાઈટ પર ઉમટી પડ્યા હતા. પાણીનું સ્તર નીચે જતા જગતનો તાત ચિંતામાં મુકાયો હતો. ત્યારે ચાલુ સાલે ચોમાસાના આરંભે જ ઓરસંગ નદી બે કાંઠે વહેતા તેમજ જોજવા ડેમ ઓવરફ્લો થતા આ વર્ષે ચોમાસા દરમ્યાન પાણી સારું રહેશે અને આવા ડેમો ઓવરફ્લો થતા રહેશે જેને લઇ પીવાના પાણી ની સાથે સિંચાઈ ના પાણી પણ મળી રહેવાની આશાની લોકોમાં ખુશી છવાઈ છે.